આ ગણેશ ચતુર્થીએ જાણીએ ગણેશજી વિષે કેટલીક અજાણી હકીકતો ગણેશ ચતુર્થી તો દર વર્ષે આવે છે પરંતુ આજે આ ગણેશ ચતુર્થીએ આપણે ગણપતીજી વિષે જાણીએ કેટલીક આશ્ચર્યજનક અને અનોખી તેમજ અજાણી હકીકતો. ગણેશજી એકદંત કેવી રીતે બન્યા એક વાર ભગવાન પરશુરામ શંકર ભગવાનને મળવા કૈલાશ પર્વત ગયા, પરંતુ શંકરના પુત્ર ગણેશે તેમને રોક્યા અને જવા દીધા નહીં. આથી પરશુરામે એમની વિરુદ્ધ પણ યુદ્ધ આદરી દીધું. આ યુદ્ધમાં તેમણે પોતાની કુહાડી ગણેશ તરફ ફેંકી. આ કુહાડી પોતાના પિતાએ જ પરશુરામને આપી છે તે ગણેશને ખબર હતી આથી તેમણે આ કુહાડીને પોતાના ડાબા દાંત પર વાગવા દીધી અને એમનો એ દાંત તૂટી ગયો, ત્યારથી જ ગણેશજીને એકદંત પણ કહેવામાં આવે છે.