આપણે જોયું કે રોશની પોતાની વહાલસોય દીકરીની સંભાળમાં વ્યસ્ત હોય છે છતાં એ રાજનો જયારે સમય મળે કે તરત સંપર્ક કરતી રહેતી હોય છે, પણ રાજ રોશની અને પોતાની વચ્ચે રહેલા અંતરનો દૂરપયોગ સંજના સાથે સમય વીતાવવામાં કરી રહ્યો હતો. હવે આગળ..ખરાબ તમે નહીં પણ ખરાબ સમય આવી જાય છે, ખુબ હોય છે પ્રેમ છતાં ઓછપ વર્તાય જાય છે, થાય એવા સંજોગ કે નિખાલસ્તામાં પણ ખોટ આવી જાય છે, છતાં કહું દોસ્ત એટલું જ કે ફક્ત વિશ્વાસ પર જ આખું આવરદા જીવાય જાય છે...રોશનીને થોડો ફેરફાર રાજના વર્તનમાં હવે જણાય રહ્યો હતો, કારણ કે રોજ રોશની જ રાજનો સંપર્ક કરતી હતી. છતાં