વિવેક કથાનક ગોપીનાથ સામે કઈ રીતે લડી શકાશે એ મને અંદાજ નહોતો પણ એકાએક મને યાદ આવ્યુ કે વ્યોમે કોઈ એક યંત્ર અને એક કાપડનો ટુકડો મારા માટે મોકલાવ્યો હતો. એ યંત્રની ગમે ત્યારે જરૂર પડશે એ મને અંદાજ હતો માટે એ મેં ત્યારનો મારી પાસે જ રાખ્યું હતું અને એણે આપેલા કેશરી કાપડને પણ મેં જમણા હાથ પર બાંધીને રાખ્યું હતું. એ યંત્ર શું કામ કરી શકે એમ છે એ વ્યોમે કહ્યું નહોતું પણ હવે હું સમજી ગયો કે એ શા માટે હતું. મેં એ ડીશ આકારના યંત્રને કોટના ખિસ્સામાંથી બહાર નીકાળ્યું. એના પર દેખાતા એક નાનકડી પ્લેટ