નયના કથાનક “નયના..” હું ઘરમાં પ્રવેશી એ સાથે જ મમ્મી દોડીને મારી પાસે આવી. હું ડઘાઈ ગઈ કેમકે મેં મમ્મીને ખબર આપ્યા ન હતા તો મમ્મી ત્યાં કેમ આવી હશે એ મને સમજાયું નહિ. કદાચ બીજી મમ્મીએ (કપિલની મમ્મીએ) એને ફોન કર્યો હશે એમ મને લાગ્યું. “હું ઠીક છું, મમ્મી.” મેં કહ્યું ત્યાં સુધીમાં પપ્પા પણ મારી પાસે આવીને ઉભા રહી ગયા. એમની આંખોમાં સવાલ હું વાંચી શકતી હતી પણ મેં એ બેધ્યાન કર્યો. “આટલું બધું થઇ ગયું અને તે અમને ખબર પણ ન કરી?” મેં પપ્પાની આંખોમાં પર્શ્ન અવગણ્યો એનો કોઈ ફાયદો ન થયો કેમકે પપ્પાએ વિઝ્યુઅલ સવાલને