કપિલ કથાનક એ વિશાળ કદના ખંડમાં બાબુ ચાંદીના પલંગ પર આઠ દસ તકીયા સાથે આરામ ફરમાવી રહ્યો હતો. એ પોતાની સામેની દીવાલ પરના મોટા કદના આયનામાં જોઈ મૂછોને તાવ આપી રહ્યો હતો. એના આસપાસ એક બે નોકરડીઓ જમીન પર બેઠી હતી અને બાબુ એમના માટે ભગવાન હોય એમ પગ ચંપી કરી રહી હતી. બાબુને જોતા જ મને એમ લાગ્યું કે એ એક પ્રભાવશાળી વ્યક્તિ હશે. જોકે એ માણસ કરપ્ટ હશે એવો અંદાજ એને જોઈ કોઈ બાંધી શકે એમ ન હતો. એનું વ્યક્તિત્વ પણ સોમર અંકલ જેવું જ દેખાતું હતું. બસ એના કપડા જરા વધુ આધુનિક ઢબના હતા. એણે બ્લુ