નયના કથાનક કપિલ અને સોમર અંકલ કોઈ બાબુ નામના જાદુગરને મળવા ગયા હતા. હું મમ્મી અને શ્લોક ઘરના ફોયરમાં બેઠા હતા. અડધો કલાક કરતા પણ વધુ સમય અમે એમ જ મૂંગા બની બેઠા વિતાવ્યો હતો. અન્યા પણ હવે તો મારા ખોળામાં જ સુઈ ગઈ હતી. હું કઈ બોલ્યા વિના કંટાળી ગઈ હતી અને વાતચીત કરવા માટે કઈ હતું નહિ છતાં મેં મમ્મીને પૂછ્યું, “એ બાબુ પાસેથી કોઈ કામની માહિતી મળી હશે?” મારું મન અજીબ હતું. કપિલની વાત સાચી જ હતી મને વધારે પડતા પ્રશ્નો કરવાની આદત હતી. હું જાણતી હતી કે મારા સવાલનો જવાબ મમ્મીને ખબર નહિ હોય છતાં