સ્વસ્તિક (પ્રકરણ 47)

(154)
  • 3.8k
  • 4
  • 1.8k

કપિલ કથાનક રાતના ઘેરા અંધકારમાં સોમર અંકલની કારના અવાજ સિવાય કોઈ અવાજ સંભળાતો ન હોતો. ઘરે થયેલી બધી ચર્ચાઓ પછી સોમર અંકલ વિવેકને અટકાવવાના આખરી પ્રયાસ પર લાગી જવા તૈયાર થયા હતા છતાં એમણે શરત મૂકી હતી કે જો વિવેકને પાછો ન મેળવી શકાય તો એના સામે લડવાની તૈયારી રાખવી જ પડશે. મેં એ તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહોતું કેમકે મને વિશ્વાસ હતો કે એવો સમય આવશે જ નહી. અમારે વિવેક સાથે લડવાની જરૂર નહિ જ પડે. એ પહેલા એને પાછો મેળવી લેવાનો કોઈ રસ્તો મળી રહેશે એની મને ખાતરી હતી. જયારે હું અને નયના મણીયજ્ઞમાં હતા ત્યારે સોમર