બાજુના રૂમમાં પણ મુખ્ય હોલ કરતા ખાસ વધુ સારી હાલત ન હતી બસ ત્યાં કોઈ અજબ વાસ ફેલાયેલી હતી. કદાચ નવા નવા આઈડીયાઝની એ સુવાસ હતી. કદાચ એ સનકી એટલે જ એવા ગોથિક સ્થળે રહેવાનું પસંદ કરતો હતો. એ રૂમના મધ્યમાં એક જુના ટેબલ પર એક કિતાબ ખુલ્લી પડી હતી. હું એ પુસ્તકના નજીક સરક્યો. મને એના થીન અને ઓવર યુઝ થયેલા પાનાઓની અજબ વાસ મહેસુસ થઈ. પુસ્તકને બહારથી નવો લૂક અપાયેલો હતો પણ છતાં એ કોઈ વિચિત્ર રીતે જૂની હતી. મેં એના ખુલ્લા પન્ના પર નજર કરી. “ધર્મહ મતીભ્ય ઉદભવતી.” સંસ્કૃતમાં લખાયેલા શબ્દો મને વંચાયા. મેં પુસ્તકને હાથમાં લીધું