સ્વસ્તિક (પ્રકરણ 43)

(151)
  • 4.1k
  • 1
  • 1.8k

મેં આંખો ખોલી ત્યારે કપિલ, શ્લોક, મમ્મી અને સોમર અંકલ મારી આસપાસ ટોળે વળેલા હતા. કોઈ મને એકલી મુકવા માંગતું નહોતું. “નયના...” મમ્મી અને સોમર અંકલ બંને ઉતાવળા બની ગયા, “તે શું જોયું...?” મેં જે જોયું હતું એ ભેડા પરનો ભયાનક જંગ, અને એ પછી લેખાએ અપનાવેલ જીવન મૃત્યુ બંધનમ માટેનો સ્વસ્તિક શ્લોક, અશ્વાર્થે કરેલ કૃત્ય વગેરે જણાવ્યું. હું જેમ જેમ કહેતી ગઈ મમ્મી, શ્લોક અને સોમર અંકલના ચહેરા ફિક્કા બનતા ગયા. કપિલનો ચહેરો તો મારા હોશમાં આવતા જ ફિક્કો થઇ ગયો હતો કેમકે અમે બંને એકબીજા સાથે મેન્ટલ બોન્ડ કરી ચુક્યા હતા હું જે જોઈ શકી હતી એ બધું