સ્વસ્તિક (પ્રકરણ 40)

(178)
  • 4.4k
  • 5
  • 2k

રાતે અંધકાર પછેડી ઓઢેલી હતી. એ કોઈ વિજોગણની જેમ આંસુ વહાવી રહી હતી. એના જેમ જ લેખાના આંસુ પણ બંધ થવાનું નામ લેતા નહોતા. આકાશને જાણે નાગપુરનો વિનાશ જોવાની ઈચ્છા થઇ આવી હોય એમ પવનના સુસવાટા સાથે ભયાનક તોફાનની આગાહી આપી રહ્યો હતો. પવન વૃક્ષો અને પહાડોને પણ ચીરીને કયાય નીકળી જવા માંગતો હતો. લેખાએ ઘોડા પર બેઠા જ પાછળ જોયું - ભેડાઘાટ પરના ઘમાસાણના અવાજો સંભળાઈ રહ્યા હતા. એ જાણતી હતી ત્યાં કોઈ બચવાનું નથી. અશ્વાર્થને મદદ માટે પાછળના રસ્તે નીકાળી દેવાયો હતો પણ લેખા જાણતી હતી કે એના પિતા અશ્વાર્થ મદદ લઇ આવવામાં સફળ રહે તો પણ કોઈ