ખાસ સભાનો ખંડ મહેલમાં ઊંડે ભોયરામાં બનાવવામાં આવેલો હતો. મહેલના દરવાજા અંદરથી બંધ કરાઈ દેવાયા હતા અને દુર્ગેશને હુકમ આપવામાં આવ્યો હતો કે કોઈને પણ મહેલમાં આવવાની પરવાનગી નિષેધ છે. જ્યાં સુધી સભા પૂરી ન થાય ત્યાં સુધી વચ્ચે કોઈ ખલેલ ન કરી શકે એ માટે ગુપ્ત સભા ખંડ બહાર કોઈ ચપરાસીને ગોંગ લઇ બેસાડ્યો ન હતો. સભા ખંડમાં દરેક ખાસ વ્યક્તિ હાજર હતો - સુરદુલ, જીદગાશા, પરાસર, દંડનાયક કર્ણસેન, દિવાન ચિતરંજન, સુબાહુ, સુનયના, રાજમાતા, અને સત્યજીત. રાજમાતાએ સુરદુલને મહેલમાં લઇ જઈ પહેલું કામ સત્યજીતને હોશમાં લઇ આવવાનું શોપ્યું હતું. એને સમજાવી સભામાં સુનયના પર કાર્યવાહી થશે એ બાબતની ખાતરી