સ્વસ્તિક (પ્રકરણ 31)

(158)
  • 4.4k
  • 5
  • 1.8k

બિંદુ બે દિવસ સુધી એક જ પથ્થરની આડશે છુપાઈ રહી હતી. એ જંગલમાં વહેતા નાનકડા ઝરણા પાસેના પથ્થરો વચ્ચે એ રીતે છુપાઈને પડી રહી હતી કે આખું જંગલ ફેદી નાખવા છતાં હુકમ કે એના સિપાહીઓ એને શોધી શક્યા ન હતા. એક ગુપ્તચર બનવા માટેની પૂરી તાલીમ એને દિવાન ચિતરંજન તરફથી આપવામાં આવી હતી. એ પરિસ્થિતિ મુજબ પોતાની જાતને જીવિત રાખવાનું જાણતી હતી, ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ સરવાઈવ કરી શકવું દરેક સ્પાય માટે કેટલું અગત્યનું છે એના પાઠ શીખી હતી. એ દિવસ દરમિયાન ઝરણા પાસેની એક શીલા જ્યાંથી ઝરણાનું થોડુક પાણી લીક થઇ બીજી તરફ જતું હતું ત્યાં ટૂંટિયું વાળીને