સ્વસ્તિક (પ્રકરણ 30)

(168)
  • 4.1k
  • 6
  • 1.9k

ભેડાઘાટથી ઉત્તર તરફની પહાડીઓની અંડર ગ્રાઉન્ડ ટનલમાં હલચલ મચેલી હતી. એ પહાડીઓના બહારને ભાગે ત્રણ ઘોડાગાડીઓ ઉભી હતી. ત્રણેને જોડેલી વેગન જોતા એ માલવાહક ગાડીઓ લાગતી હતી. એક નજરે એ ગાડીઓ નાગ અને મદારી જાતિના કબીલાના માર્કાવાળી અને એમના વચ્ચે થયેલી સંધી મુજબ જંગલ પેદાશોને લઇ જનારી સામાન્ય ગાડીઓ લાગતી હતી પણ કોઈ ધ્યાનપૂર્વક ઘોડાઓ પર નજર કરે તો ચાલાક વ્યક્તિને એ સમજતા વાર ન લાગે કે એ ઘોડાઓ સામાન્ય જંગલી કબીલાના ન હોઈં શકે. એ ઘોડાઓ ગજબ તાકાતવર અને કાળજી લીધેલા દેખાતા હતા. ગમે તેટલું વજન ખેચીને પહાડી પણ ચડી શકે એવા કસાયેલા અને મજબુત ઘોડા ગાડીઓ ખેચવા ઉતાવળા