સ્વસ્તિક (પ્રકરણ 24)

(158)
  • 4.6k
  • 1
  • 1.9k

સુબાહુએ હવે માત્ર એમને જ સવાલો કરવાના રહ્યા હતા. સુબાહુ અને જીદગાશા બુકાનીધારીઓના ઈશારે ઘોડા પર સવાર થયા. તેમના ઘોડા આગળ રખાવી તેઓ હુમલો ન કરી શકે એ રીતનું અંતર રાખી બે બુકાનીધારી ઘોડે સવારો એમને નાગપુર જંગલની સીમા તરફ દોરી જવા લાગ્યા. સુબાહુએ રસ્તામાં બે ત્રણ વાર ઘોડો થંભાવી પાછળ જોઈ ખાતરી કરવાનો પ્રયાસ કર્યો કે એ કોણ હોઈ શકે પણ એમના ઘોડા માર્કા વગરના હતા. જીદગાશા ખામોસ જ રહ્યો. એ બુકાનીધારીઓના હુમલાથી લઈને હમણા સુધી બિલકુલ ચુપ હતો. એણે ત્યાં એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો. સુબાહુ ઘોડો રોકતા જ પાછળના બુકાનીધારી અસવારો પણ થોભી જતા હતા. ઉંદર