“હું માર્કા વગરના ઘોડા અને એ બાપ-બેટો કર્ણિકાની કોઠી પર હારી શકે એ માટે રાજની મોહર વિનાના સોનાના સિક્કા માટે આદેશ મોકલાવું..” દંડનાયકે કહ્યું અને એ ગુપ્ત સભા બરખાસ્ત થઇ. કર્ણિકાના કોઠા આગળ બ્રુચ જેવી દેખાતી ઘોડાગાડી ઉભી રહી પણ એ લેન્ડું હતી. લેન્ડું મોટાભાગે ઉપરથી ખુલ્લી અને બંધ બંને પ્રકારે જોવા મળતી. ખાસ છત ફોલ્ડીંગ કરી શકાય એવી જ હોતી પણ કોઠીના દરવાજે થોભેલી લેન્ડું પર પરમાનેન્ટ વુડન છત અને કાચની બારીઓ હતી. ગોરાઓ એ બારીઓને કવાટર લાઈટ કહેતા જે જરાક અજીબ લાગતું. તેમણે પોતાની બુદ્ધિમતા મુજબ ઘોડાના પાછળના પગને લીધે ઉડતા કીચડ અને ધૂળથી બચવા ગાડીના