સ્વસ્તિક (પ્રકરણ 15)

(181)
  • 4.6k
  • 10
  • 2k

કપિલ કથાનક નાગમણી યજ્ઞએ એ બાપ દીકરાનું દ્રશ્ય પૂરું થતા જ એક બીજું દ્રશ્ય બતાવવાનું શરુ કર્યું. નાગપુર રાજ મહેલમાં ગુપ્ત ચર્ચા ચાલી રહી હતી. દિવાન ચિતરંજન, રાજમાતા ધૈર્યવતી અને દંડનાયક કર્ણસેન રાજમાતાના કક્ષમાં એક ખાનગી ચર્ચામાં વ્યસ્ત હતા. “દિવાન ચિતરંજન, આમ એકાએક ગુપ્ત સભા બોલાવવાનું કારણ?” રાજમાતા પોતાની લાકડાની ખુરશી પર ગોઠવાયા. એમના હાથ સુંદર કોતરણીવાળા ખુરશીના હેન્ડ્સ પર સ્થિર થયા, “મને ખાતરી છે મંદિર પર જે હુમલો થયો અને પાંચ સિપાહીઓ માર્યા ગયા એ મામૂલી ઘટના માટે તો તમે આ સભા નહી જ બોલાવી હોય.” “એ કામ માટે તો મારે એ વૃદ્ધ અને યુવક સાથે સભા ગોઠવવી