સ્વસ્તિક (પ્રકરણ 14)

(169)
  • 4.1k
  • 5
  • 2k

કપિલ કથાનક મને મણીયજ્ઞ એ જીવન બતાવવા લાગ્યો જે જન્મે હું સુનયનાને મળ્યો. તે જન્મે મારું નામ સુબાહુ હતું. પણ હું સુનયના જેમ નાગલોકમાં જન્મ્યો ન હતો. હું મૃત્યુલોકનો નાશવંત માનવ હતો. હું એક મંદિર જેવા સ્થળે ઉભો હતો જયાં લોકોની ઘણી મોટી ભીડ જમા થયેલી હતી. સિપાહીઓ આમતેમ કોઈને શોધતા હતા. સિપાહી જેમને શોધતા હતા એ વ્યક્તિઓ તરફ મારું ધ્યાન ગયું - એ બે બુકાનીધારી માણસો હતા. હું અત્યારે જાણે ત્યાં હોઉં તેમ બધું અનુભવવા લાગ્યો. બાકી એ સમય તો વર્ષો જુનો હતો. મને એ બુકાનીધારી યુવક અને વૃદ્ધની વાતચીત સંભળાતી હતી. “આપણે નીકળવું પડશે...” વૃદ્ધની આંખો ભીડ