સ્વસ્તિક (પ્રકરણ 6)

(186)
  • 5.5k
  • 7
  • 2.2k

નયના કથાનક કપિલ અને હું કારમાં પેસેન્જર સીટ પર હતા. શ્લોક કાર ચલાવતો હતો અને સેજલ અન્યાને ખોળામાં લઇ બાજુમાં બેઠી હતી. માત્ર કારના એન્જીનનો અવાજ સંભળાઈ રહ્યો હતો. કોઈ કઈ જ બોલી શકવાની સ્થિતિમાં ન હતું. શું બોલવું? નક્કી થઇ શકે તેમ ન હતું. ક્યારેય સપને પણ વિચાર્યું ન હોય એવી ઘટના થઇ હતી. કદાચ કુદરતે અમારા નશીબમાં સુખ કે શાંતિભર્યું જીવન કહેવાય એ લખ્યું જ ન હતું. હવે તો કુદરત શબ્દ વિચારીને પણ મને હસવું આવતું હતું. હું એક નાગિન હતી. મને ઉછેરનારા મારા માતા પિતા માનવ હતા. પપ્પાને કોઈ સંતાન હતું જ નહિ. હું એમને ભેડાઘાટ