નિયતિ - ૩૬

(129)
  • 4.3k
  • 6
  • 1.8k

મુંબઈની ટાટામેમોરિયલ હોસ્પિટલની લોબીમાં વાસુદેવભાઇના પગ અચાનક જ જાણે થાકી ગયા ! એમણે ખુરસી પકડી લીધી. જશોદાબેન લોબીમાં લગાવાયેલા શ્રી ગણેશજીની મોર્ડન આર્ટ પેઇન્ટિંગ આગળ ઊભા રહી મનમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા લાગ્યા હતા. હિંમતભાઈ અને પાર્થ શૂન્યમનસ્ક અવસ્થામાં લાકડાના પૂતળાની જેમ લાકડાની બેંચ પર બેઠી રહ્યા હતા. મુરલી, ભરતભાઈ અને નટખટ બહાર અગાસીમાં ઊભા ઊગતા સૂર્યને જોઈ ભગવાનને ક્રિષ્નાના જીવનમાં પણ નવો સૂરજ ઊગે, એને નવી જિંદગી મળે એમ પ્રાર્થના કરી રહ્યા હતા... બરોબર એજ સમયે ક્રિષ્ના ક્યાંક જઈ રહી હતી !પૂરપાટ ઝડપે, આછા ઘાટા વાદળોને વીંધીને એની પેલે પાર, દૂર ને દૂર....એ ઉડી રહી હતી. ઊગતો સૂર્ય એને પણ