મુરલી પાસેથી ક્રિષ્ના વિશે જાણીને ભરતને ગુસ્સો જ આવેલો. એના મતે ક્રિષ્ના બેવફા હતી જેણે વરસો સુધી પોતાના દોસ્ત પાર્થ સાથે સંબંધ રાખેલો અને હવે મુરલી મળી જતાં પાર્થને છોડી દીધેલો. એણે મનોમન ક્રિષ્નાને બદદુઆ આપીને પછી પાર્થને ફોન જોડ્યો હતો.પાર્થનો ફોન રણક્યો ત્યારે, સ્ક્રીન ઉપર ભરત નામ જોઇને એને ફોન ઉપાડેલ,“હલ્લો” ભરતે તરત તડાફડી કરી નાખી.“ભરત કોની વાત કરે છે? એક મિનિટ, કોલસાની ખાણ... મુરલી? તું ક્યારે મળ્યો એને“હાલ જ દસ મિનિટ થઈ હશે. મેં એનું નામ જોયું જ નતું થોડા કામમાં હતો એટલે ધ્યાન જ ના ગયું?”“ના. મરવા દે ને યાર! જ્યાં હોય ત્યાં”“એવું ના બોલ દોસ્ત. તને