સંગ રહે સાજનનો - 24

(61)
  • 3.5k
  • 6
  • 1.8k

પ્રેમલતાને સવાર સવારમાં જ એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. તે હજુ નાહીને બહાર આવીને પુજા કરવા માટે તૈયારી કરી રહી છે... તે ફોન ઉઠાવે છે તો કોઈ છોકરી નો અવાજ છે, આન્ટી હુ વિરાટની ફ્રેન્ડ બોલુ છું. વિરાટ ત્યાં છે તેને ફોન આપશો ?? પ્રેમલતા : પણ તમે કોણ ?? વિરાટ તો અહી નથી .એના નંબર પર ફોન કરોને ?? છોકરી : તેનો ફોન નથી લાગતો એટલે જ તમારા પર કર્યો. પ્લીઝ એની સાથે વાત કરાવોને. કેમ એ તમારી સાથે નથી રહેતો ?? પ્રેમલતા : ના. કંઈ વાધો નહી આન્ટી . સવાર સવારમાં તમને ડિસ્ટર્બ કરૂ છું પણ