સંગ રહે સાજનનો -19

(60)
  • 3.2k
  • 5
  • 1.9k

સંયમ આજે શુટિંગ પુરૂ થતાં જ વિરાટ ને કહે છે મારે થોડું કામ છે એટલે હુ જલ્દી જાઉ છું. એમ કહી બહાર ફટાફટ નીકળે છે. તેને ઘરે તેની પત્ની સ્નેહા અને અને તેની પુત્રી કેયા બહાર એક લગ્નમા ગયેલા હોવાથી ઘરે જલ્દી જવાની કોઈ ચિંતા નહોતી. એટલે મનમાં વિચારે છે આજે તો આયુષી ને પકડવી જ પડશે કે તેનો ખેલ શું છે આખરે. એ બહાર સાઈડમા ઉભો રહે છે ત્યાં જ આયુષી બહાર નીકળે છે. તે ધીમે ધીમે તેનો પીછો કરે છે ત્યાં જ આયુષી સાઈડ મા ઉભી રહીને તેનો દુપટ્ટો મોઢા પર બાધે છે અને એ સાથે જ ત્યાં