પારદર્શી-10 સમ્યકે મોહિનીનો બચાવ અને ટોનીથી છુટકારો કર્યો એનો ખુબ હાશકારો અને આનંદ હતો.એ રાતે પણ સમ્યક ઘરે જ રહ્યોં.પત્નિ દિશાને પણ વધારે કે ખોટી શંકા ન જાય એ માટે એણે ઘરે જ બાળકો અને પત્નિ સાથે સમય વિતાવ્યોં.ફરી એક જીંદગી બચાવ્યાંનો આનંદ કયાંય શબ્દો દ્વારા તો એ વ્યકત કરી શકે એમ ન હતો.પણ પોતાના બાળકો અને પત્નિ સાથે મોડી રાત સુધી હસવા-બોલવામાં પોતાની એ ખુશી આડકતરી રીતે એણે વ્યકત કરી.ટોનીને પડોશીઓની જાણનાં આધારે પોલીસ પકડી ગઇ હતી.સમીરની હાલત હોસ્પીટલમાં ગંભીર હતી.એ કોમામાં હતો એટલે કોઇ સ્ટેટમેન્ટ પણ આપી શકયો નહિં.ટોની પાસે