મન મોહના - ૧૩

(157)
  • 4.5k
  • 10
  • 2.1k

મન અને ભરત બંને ઢાબામાં બેઠાં બેઠાં નિમેશની વાતો સાંભળીને ઉદાસ થઈ ગયા હતાં. મનને મોહના વિશે વિચારીને ખૂબ દુઃખ થયું. એના માટે મોહનાની ખુશીથી વધારે બીજું કંઈ મહત્વનું ન હતું... એટલે જ જ્યારે બીજા દિવસે મોહનાને મળવાનો પ્લાન નિમેશ સમજાવી રહ્યો હતો ત્યારે એ ખુશ થઈ ગયો. આજે રાત્રે ફરી મનનો ઊંઘ સાથે મેળાપ ન થયો. આજે એ કંઈ જુદું જ વિચારી રહ્યો હતો. સ્કૂલના સમયે મોહનાને એણે એના મનની વાત નહતી કરી કારણકે મોહના વિવેકને ચાહતી હોય એવું એને લાગેલું. એ અહીં પાછો આવ્યો ને જાણ્યું કે મોહનાના લગ્ન થઈ ગયા છે ત્યારે, જરીકે અવાજ ન થાય એમ એનું