શિવો એ નાની બાળ નાગ કન્યાને જતી જોઈ જ રહ્યો.... કેટલી નિર્દોષ ભોળી પારેવા જેવી છે....એવુ વિચારતો પાછુ એણે જમીન પર લંબાવ્યુ..... થોડીવારમાં તે ઘસઘસાટ સૂઈ ગયો...સપનામાં તેને પાછા લડતા સાપ નજરે પડતા પાછો તે ગભરાઈ ગયો અને પરસેવો છૂટી ગયો અને તે સફાળો જાગી ગયો. એ થોડો બાવરા જેવો એમ જ બેસી રહ્યો.. પોતાની દુનિયામાં ભૂતો સાથે પણ કેટલો ખુશ હતો પણ આ દુનિયામાં કોઈ મિત્ર નથી કે કોઈ ભૂત પણ નથી.... પોતે જાણે એકલો જ થઈ પડ્યો છે... વિચારતા વિચારતા ઉભો થયો અને પોતાના કપડા પોતાની ઝોળી લઈ ચાલવા લાગ્યો ... થોડો ચાલ્યો