વૈભવીનુ રિઝલ્ટ આવી ગયુ, ફર્સ્ટ ક્લાસમાં 85 ટકા સાથે ગ્રેજ્યુએટ થઈ ગઇ. પેપરમાં નામ પણ આવ્યુ. "વૈભવી ભટ્ટ ડિસ્ટિંક્શન સાથે પાસ." એક વીક તો બહુ મસ્ત ગયુ, પાર્ટી, અભીનંદનના મેસેજીસનો ધોધ. પોતે કૈક પ્રાપ્ત કર્યું એવી ફીલિંગ્સ આવતી હતી, વારે વારે પોતાના નામ વાળુ કટિંગ જોતી. આમેય એને પોતાનુ નામ બહુ ગમતુ. આવુ સરસ નામ હોવા બદલ ગર્વ પણ થતો. એ માનતી કે પહેલી ઇમ્પ્રેસન નામથી જ પડે, આ તો ફઈબા વાંચનના શોખીન હતા બાકી વીરા કે વિભા જેવુ ચીલા ચાલુ નામ ન રાખી દે! પણ જેવી એણે માસ્ટર્સ કરવાની વાત કરી ત્યાં જ ઝટકો લાગ્યો. જવાબ મળ્યો મમ્મીનો. "22