નસીબ ના ખેલ... - 24

(64)
  • 4k
  • 8
  • 1.9k

સવાર માં 7 વાગ્યા માં જ ધરા ના રૂમ નું બારણું ખખડાવવા માં આવ્યું.. આંખ ખુલવાનું નામ.નોહતી લેતી પણ તો ય ઉઠવું ફરજિયાત હતું.. એટલે ધરા પરાણે જાગી ને બહાર આવી. જો કે ખાલી બ્રશ કર્યું એણે અને પછી બસ એમ જ બેસી રહી. સાસરી નો નિયમ હતો નાહયા પછી જ ચા પીવાય... પિયર માં તો એ સવારે ચા પી લેતી હતી સાથે નાસ્તો પણ. પણ આ પિયર નોહતું.... 7 વાગ્યા ની જગાડી હતી ધરા ને.. પણ છેક 9.30 વાગ્યે ધરા ના