સાપ સીડી - 7

(39)
  • 4.7k
  • 1
  • 2.1k

પ્રકરણ ૭ ઝિંદા રહેને કે લિયે તેરી કસમ, એક મુલકાત જરૂરી હૈ સનમ... શંભુકાકા એટલે સફેદ ધોતિયું, સફેદ જભ્ભો અને ઉપર કાળી કોટિ, હાથમાં લાકડી અને માથે સફેદ ગાંધી ટોપી. ગાંધીજીનાં સિદ્ધાંતોને વરેલા અને શહેરના માન્ય અગ્રગણ્ય વિચારક, શંભુકાકા એટલે માલતીના સગા કાકા, માલતીના ડોક્ટર પિતા અમૃતલાલનાં સગા નાના ભાઈ.તે દિવસે, પાંચ વર્ષ પહેલા, ઘરમાં ધમાસાણ મચેલું. શંભુકાકાની હાજરીમાં લાંબી અને ઉગ્ર ચર્ચા થયેલી. પપ્પા બોલેલા “દીકરી.. સંજીવ ગયાને બે વર્ષ વીતી ગયા. તું ત્રીસની થઇ. મજાની કોલેજમાં લેકચરરનો જોબ પણ છે. બધું ભૂલીને નવું જીવન શરુ કર તો અમનેય શાંતિ અને સંતોષ મળે.”માલતી ખામોશ હતી. ભીતરે શ્વાસ રૂંધતો