વાર્તાસૃષ્ટિ - ૩

  • 4.4k
  • 1.8k

વાર્તાસૃષ્ટિ અંક ત્રીજો આ અંકમાં બધાં નિમંત્રિત વાર્તાકારોની વાર્તાઓ છે. આ અંકમાં આમંત્રિત લેખકોની વાર્તાઓ તો છે જ એ ઉપરાંત એક પ્રસિદ્ધ ચિત્રકાર જગદીશ સ્માર્ટના રેખાચિત્રોને પણ આ અંકમાં સ્થાન આપ્યું છે તેનું કવર જગદીપ સ્માર્ટના એક સુંદર ચિત્રથી શોભે છે. આ ચિત્રને કારણે સામયિક ખૂબ આકર્ષક બન્યું છે. પહેલી વાર્તા છે : પાપ : કેશુભાઈ દેસાઈ વાર્તાનો એક અંશ. એટલે ઘરવાળીની વિદાયને સવા વર્ષ થયું તે દિવસે હિંમત કરીને રૂઢિચુસ્ત સમાજને આંચકો લાગે એવી એક જાહેરખબર છપાવી. શહેરના સમૃદ્ધ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા નિ:સંતાન વિધુરને 'કેરટેકર' જોઈએ છે. પચાસથી ઓછી ઉંમરની તંદુરસ્ત મહિલાઓએ જ અરજી કરવી. લોકોને