સ્વસ્તિક (પ્રકરણ 4)

(195)
  • 5.3k
  • 7
  • 2.3k

“શું સર?” રઘુ ત્યાં જ અટકી ગયો, એણે પાછળ ફરીને વિવેક તરફ જોઈ પુછ્યું. “તારી ઘડિયાળ તારા હાથમાં સહી સલામત છે અને છતાં તું મારા ત્રણ હજાર રૂપિયા લઈને જઈ રહ્યો છે! તારી ઘડિયાળ તને મળી ગયા પછી તારા જેવા સંસ્કારી માણસો કોઈની રકમ હજમ નથી કરી જતા.” રઘુએ પોતાના હાથ તરફ જોયું, એના કાંડામાં એની એ ઘડિયાળ પહેરેલી હતી- સ્ટેજ પર ગયા પહેલા હતી એવી જ સાજી અને નવી નકોર. “સોરી સર...” રઘુ પાછો સ્ટેજ તરફ ગયો. બધા પ્રેક્ષકો પોતપોતાની ઘડિયાળ જોવા લાગ્યા, દરેકની ઘડિયાળ સાજી થઇ ગઈ હતી. “વિવેક - ધ ગ્રેટ..” “ગ્રેટ મેજીસિયન ઓફ અવર સીટી..” જેવી