64 સમરહિલ - 61

(239)
  • 8.3k
  • 9
  • 5.8k

'તને ખબર છે, બિકાનેર આર્મી હોસ્પિટલમાંથી તું ભાગી ત્યારે...' 'અ લિટલ કરેક્શન...' પવનના સૂસવાટા વચ્ચે તેણે ગરદન જરાક તિરછી કરીને સ્હેજ ઊંચા અવાજે રાઘવનું વાક્ય તોડયું, 'હું ભાગી ન હતી, પણ છટકી ગઈ હતી એમ કહે..' 'ઓહ.. ઓકે... રાઈટ...' રાઘવ મરકી પડયો. બપોર થતા સુધીમાં તેમણે કરિમનગર થઈને આંધ્રપ્રદેશની બોર્ડર વટાવી દીધી હતી અને શ્રીનગર-કન્યાકુમારીને જોડતા વિશાળ, ચકચકતા નેશનલ હાઈ-વે પર થન્ડરબર્ડ એકધારી ગતિએ ઢગઢગાટી કરતું ભાગી રહ્યું હતું. ક્યાંય સુધી રાઘવ ચૂપચાપ બેસીને તેનું સફાઈદાર ડ્રાઈવિંગ જોતો રહ્યો હતો. પાવર બાઈકની સાંકડી સીટ પર લગોલગ બેઠેલી આ અજીબ છોકરીના વિચાર તેના દિમાગને ય પવનના સૂસવાટા સાથે ઝકઝોરી રહ્યા હતા.