વિષાદ યોગ - પ્રકરણ - 38

(173)
  • 6.6k
  • 5
  • 4.3k

કૃપાલસિંહની કોઠી પર પહોંચી વિલીએ ગંભીરસિંહને બોલાવવા માણસ મોકલ્યો. વિલી હવે અહીં રહીને કંટાળી ગયો હતો.આ અનાથાશ્રમના દસ્તાવેજનું કામ તેના ધાર્યા કરતા વધુ લંબાયુ હતું. તે હવે કોઇ પણ હિસાબે બે દિવસમાં કામ પતાવી નીકળી જવા માંગતો હતો. તે આમ પણ ઓફીસીયલ કામનો માણસ ન હતો. તેણે તેની કારકીર્દીની શરુઆત કારકુનથી કરી હતી પણ તેને કાગળીયા કામની ખૂબજ ચીડ હતી. તેને તો અનઓફીસીયલ અને કાયદા કાનુન વિરુધના કામમાંજ મજા આવતી. કાયદા તોડવામાં તેને એક પ્રકારનો નસો ચડતો અને પોતે બીજા બધાથી ઉપર છે એવી લાગણીથી તેનો અહમ્ સંતોશાતો. આમ પણ ભારતમાં કાયદો તોડવો અને બચી જવું એ એક પ્રકારની બહાદુરીનું