પ્રકરણ ૬ આગે ભી જાને ના તું.. પીછે ભી જાને ના તું.. જો ભી હે બસ યહી એક પલ હૈ.... જિંદગી ક્યાં જઈ રહી હતી? શું પોતે બહુ ભયંકર ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યો હતો કે ફસાઈ ગયો હતો? શું મૃત્યુ પોતાની આસપાસ જ ક્યાંક હતું? સંજીવને લાગતું હતું કે કોઈ પોતાનો પીછો કરી રહ્યું છે. ઘણા દિવસોથી કોઈ છુપાઈને પોતાને જોઈ રહ્યું છે.ટ્રેન હવે પુરપાટ દોડવા માંડી હતી. સાધુ બની ગયેલા સંજીવે આજે પૂરેપૂરો સંસારી લિબાસ પહેર્યો હતો. સિદ્ધબાબાની આજ્ઞા હતી કે સાધુવેશ ત્યાગીને જ સંસારમાં જવું. સંજીવે અત્યારે બ્લેક ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેર્યા હતા. ડબામાં ખાસ કોઈ ન