ભારતની વ્યથા...શિક્ષણ - શિક્ષણ વ્યવસ્થા

  • 14.1k
  • 4.7k

*હાલના ભારતની શિક્ષણની સ્થિતિ અને તેના મુખ્ય કારણો* શિક્ષણ કોઇ પણ દેશની સભ્યતા અને સંસ્કૃતિનું અનિવાર્ય અંગ હોય છે. શિક્ષણ દ્વારા વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ થાય છે, એટલું જ નહીં, સામાજિક અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ પણ થાય છે. નવી પેઢી પોતાની સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા અને નિષ્ઠા એ શિક્ષણના માધ્યમથી જ ટકાવી શકે છે કે જે શિક્ષણનો આધાર તેની પોતાની સંસ્કૃતિ હોય. *ભારતીય શિક્ષણમાં રાષ્ટ્રપ્રેમની વિચારધારાનો સીધો સંબંધ ભારતીયતા અને રાષ્ટ્રીયતા સાથે રહ્યો છે. 1947માં ભારત સ્વતંત્ર થયું, ત્યારે ભારતના મોટા ભાગના લોકોએ માન્યું કે ભારતીય શિક્ષણમાં ભારતીયતા અને રાષ્ટ્રીયતા સ્વાભાવિકપણે જ મહત્વનું સ્થાન પ્રાપ્ત