મનુ માસ્તર

(30)
  • 4.4k
  • 2
  • 1.5k

કચ્છના એક અંતરિયાળ ગામની સરકારી પ્રાથમિક શાળાના એક શિક્ષક મનુ માસ્તર આજે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. શિક્ષક મનુભાઈ રાજગોરને ગામલોકો મનુ માસ્તરના હુલામણા નામથી બોલાવતા. શિક્ષક હોવા છતાં મનુ માસ્તરનો સ્વભાવ થોડો રમૂજી અને ટીખળી ખરો, એટલે ગામલોકોમાં અને વિદ્યાર્થીઓમાં ખાસ્સા લોકપ્રિય શિક્ષક. મનુ માસ્તરનો એક રેકોર્ડ રહ્યો છે કે એમણે ક્યારેય કોઈ વિદ્યાર્થીને માર માર્યો નથી કે કોઈના પર ગુસ્સે થયા નથી. આવા ઉમદા, રમતિયાળ અને સૌને ગમતા શિક્ષકને સન્માન આપવા એક નાનકડા વિદાય સમારંભનું આયોજન શાળાના આચાર્યે કર્ય