તત્વમસિ.... ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત આ અદભુત નવલકથા થોડા સમય પહેલા જ એક લેખક મિત્ર એ સુચિત કરેલી.પહેલા પ્રકરણ થી લઈને અંત સુધી પૂરેપૂરી નવલકથા ફક્ત એક જ બેઠક માં વાચી નાખવાનું મન થાય એવી અદભુત રચના ગુજરાતી સાહિત્ય ને મળી છે. નર્મદા ના કિનારે વસતા આદિવાસીઓ નું જીવન આ નવલકથા ના હાર્દ સમાન છે.ત્યાંના માણસો ની સંસ્કૃતિ,તેની પરંપરા,તેના જીવન ની ધરોહર આ બધું બસ નર્મદા જ છે એવું દર્શાવવામાં આવ્યું છે. માં નર્મદા અને તેની આસપાસ નાં જંગલો નો ઉલ્લેખ હજારો વર્ષ જૂના ગ્રંથો માં અને કાનો કાન ફરતી દંતકથાઓ માં