રાહ.. - ૧

(49)
  • 22.3k
  • 4
  • 16.1k

સવારની વહેલી ફ્લાઈટ માં દુબઈ થી આજ હર્ષા બહેનની દીકરી વિધિ આવવાની છે,હર્ષા બહેન અને એમના પતિ સુરેશ ફ્લાઈટના સમય પહેલા એક કલાક વહેલા એરપોર્ટ પર પહોંચી જાય છે,દીકરીની રાહ જોતા જોતા એક કલાક ક્યાં પસાર થઈ ગઈ ખબર ન પડી,અને થોડીવારમાં એરપોર્ટના મેઈન દરવાજેથી દીકરી વિધીને જોતા બન્ને ખુશ થઈ જાય છે.વિધિ મમ્મી પપ્પાને ગળે વળગી પડી અને બન્નેના હાલચાલ પૂછતી મમ્મીને પૂછે છે ભયલો કેમ નથી આવ્યો?મમ્મી જવાબ આપતી કહે છે પરીક્ષા આપવા વડોદરા ગયો છે, ત્યાં તો સુરેશભાઈ બારથી ટેક્સી વાળાને બોલાવી વિધીનો માલસામાન મુકાવે છે,અને ત્રણેય જણ ટેક્સીમાં બેસી માણેક ચોક આવેલા એમના ઘરે પહોંચ્યાં,અને હર્ષા