તાપીનદી

  • 5.1k
  • 2
  • 1.5k

'અભિયાન' 13 જુલાઈ,2019ના વાર્ષિક વિશેષ અંકમાં મારો લેખ0તાપી: મારે રૂંવે રૂંવે છે વ્યાપી @ રવીન્દ્ર પારેખએક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે કે ગંગાનું પુણ્ય તેમાં સ્નાન કરવાથી ને યમુનાનું પુણ્ય તેનું પાન કરવાથી મળે છે અને મઝાની વાત એ છે કે એટલું જ પુણ્ય નર્મદાનાં દર્શન માત્રથી મળે છે,પણ તાપીનો મહિમા અધિક છે ,એનાં તો સ્મરણ માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે.આમ પણ સંસ્કૃતિઓ નદીકાંઠે વિકસી છે. નદી,સંસ્કૃતિની સદી છે.સદી જ નહીં,સદીઓ.તેમાં તાપી એટલે તો સંજીવની.આખી તાપ્તી રેલ્વે લાઈન નદીના ખીણ પ્રદેશને સૂચવે છે.સૂરત,સોનાની મૂરત તાપીને કારણે છે.નર્મદ,નંદશંકર,નવલરામ-ત્રણે તાપીનું વરદાન.અર્વાચીનોમાં આદ્ય નર્મદ તો હોડીમાં બેસીને સામે પાર ભણાવવા પણ જતો.તાપી કાંઠે