અનહદ.. - (2)

(45)
  • 3.9k
  • 3
  • 2.6k

રામજી તે બાળક ને બધાથી છુપાવી ચાલી રહ્યો હતો, કોઈક જોઈ જશે તો સું જવાબ આપશે એવી બીક હશે કદાચ, છોકરો પણ જાણે માંના ખોળામાં સૂતો હોઈ એમ શાંતિથી ઊંઘી ગયેલો. તેણે દરવાજા પાસે પહોંચી બાજુમાં પડેલ ખાટલા મા છોકરા ને સુવડાવ્યો, તે માંડમાંડ દરવાજો ખખડાવી શક્યો અને ત્યાંજ બેસી ગયો. સુષ્માએ દરવાજો ખોલ્યો અને સમજી ગઈ કે આજે પણ રામજી પીધેલી હાલત માં આવ્યો છે 'આવી ગયા તમે? આજે ફરી દારૂ પીધો છે ને? હજારવાર ના પાડી પણ સમજતા જ નથી, કહી તેના હાથ પકડી ઉભો કરવા ની કોશિશ કરવા લાગી ત્યાં જ તેનું ધ્યાન ખાટલા પર ગયું, 'આ