પ્રકરણ ૫“વ્હાલમ આવો ને આવોને.. માંડી છે લવની ભવાઈ...” અરીસા સામે ઉભા રહી, માલતીએ એક ક્ષણ માટે પોતાનું પ્રતિબિંબ નિહાળ્યું. આંખ સાથે આંખ મળતા જ એનું હૃદય થડક્યું...!‘પુરુષોને સ્ત્રીનું રૂપ નીતરતું જોબન, એના અંગવળાંક પસંદ હોય છે માલતીજી.. બટ આઈ લવ યોર આયસ... ધારદાર.. પાણીદાર.. તગતગતી તમારી આંખોનો નશો કૈંક જુદો જ છે..’ સંજીવના શબ્દોએ ત્યારે તો માલતીના દિમાગમાં ખુમાર ભરી દીધો હતો, પરંતુ અત્યારે દિલમાં ખિન્નતા વ્યાપી ગઈ. સાત વર્ષ, ત્રણ મહિના અને બાવીસ દિવસ વીતી ગયા હતા સંજીવ ગયા ને.! હતો તો એ આ દુનિયામાં જ.. પણ ક્યાં હતો? કઈ દિશામાં હતો? શું કરતો હતો..? એ કશી જ