સંગ રહે સાજન નો -9

(75)
  • 3.7k
  • 3
  • 2.1k

વિશાખા આમ તેમ ઘરમાં આટા મારી રહી છે. કંટાળી ને તેની મમ્મી ને ફોન કરે છે. તેની બેચેની વધી ગઈ છે. ચેતનાબેન : વિશાખા કેટલો ટાઈમ થઈ ગયો બેટા હજુ સુધી તુ એકવાર અમદાવાદ આવી છે. અહીં થોડા દિવસ તો આવ રહેવા. વિશાખા : હા મમ્મી આવીશ. પણ હમણાં વિરાટ નવા આલ્બમ માટે તૈયારી કરી રહ્યા છે. મારે પણ સાથે સાથે જ નવા સોન્ગ લખતા રહેવું પડશે. એકવાર બધુ થોડું સેટલ થઈ જાય પછી ચોક્કસ આવીશ. તમે લોકો અહીં આવી જાવ થોડા દિવસ. ચેતનાબેન : ના બેટા હમણાં નહી. એકવાર તારા સાસુ તારી સાથે થોડો સારો વ્યવહાર કરી દે પછી