સુખની અવધિ ખુબજ ટૂંકી હોય છે . ખુશી હંમેશા ચમચીભર જ હાંસિલ થાય છે ,જયારે દુઃખ ગાડા ભરીને આવે છે . માનવ આ વાત જાણતો હતો . અનોખી સાથેનો તેનો સંગાથ ટૂંક સમયનો હતો . પણ તેમના સંબંધને જમાનાની બુરી નજર લાગી ગઈ હતી . આ કારણે તે માનસિક રીતે પરેશાન હતી . માનવ પણ ગડમથલ અનુભવી રહ્યો હતો . તેની હાલત સિનેમાની નાયિકાના જેવી થઈ ગઈ હતી . આ હાલતમાં તેણે નાની અમથી વાતમાં અનોખીને ઝાટકી નાખી હતી . પોતાની બદબોઈ કરનારા ઓફિસના લોકો જોડે પણ તે હસી હસીને વાત કરતી હતી . આ વાત માનવને સતત ખૂંચતી હતી