વન્સ અપોન અ ટાઈમ - 54

(155)
  • 8.2k
  • 20
  • 5.9k

૧૯૯૪માં આ રીતે ૨૯ બિલ્ડરો અને વેપારીઓ અમર નાઈક, અરુણ ગવળી, છોટા રાજન કે દાઉદ ઇબ્રાહિમ ગેંગના શૂટરોની ગોળીના નિશાન બન્યા હતા.’ કડકડાટ બોલી રહેલો પપ્પુ ટકલા વચ્ચે થોડી વાર અટક્યો. એણે બ્લેક લેબલનો નવો પેગ બનાવ્યો અને નવી ફાઈવફાઈવફાઈવ સળગાવી. એ થોડી વાર કોઈ વિચારે ચડી ગયો હોય એવું લાગ્યું. પણ બીજી મીનીટે એણે અમારી સામે જોઇને પૂછ્યું, ‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ પછી વળી એની આદત પ્રમાણે એણે વાતનો દોર સાધી લીધો, ‘૧૯૯૪માં હરીફ ગેંગના ફાઈનાન્સરોને ઉડાવી દેવાનો ખેલ શરુ થયો એ સાથે બીજી બાજુ ખંડણીની ઉઘરાણીના કિસ્સાઓનો ગ્રાફ પણ ધડાધડ ઉંચે જવા માંડ્યો.