વન્સ અપોન અ ટાઈમ - 52

(123)
  • 8.6k
  • 16
  • 5.8k

પોલીસ ઓફિસર મિત્ર દિલ્હીથી આવી ગયા પછી પપ્પુ ટકલા સાથે અમારી નવી મુલાકાત યોજાઈ હતી. આ વખતે અમે પપ્પુ ટકલાના ઘરે મળ્યા હતા. પપ્પુ ટકલાએ એરપોર્ટ પાસે ફાઈવસ્ટાર હોટેલ લીલા કેમ્પેન્સ્કીના બારમાં બેસવાનો આગ્રહ રાખ્યો હતો. પણ પોલીસ ઓફિસર મિત્રએ સલૂકાઈથી એ સૂચન પડતું મુકાવ્યું હતું. પપ્પુ ટકલાને મળવામાં પોલીસ ઓફિસર મિત્ર આટલા સાવચેત કેમ બની ગયા હતા એનું કારણ અમે હજી જાણી શક્યા નહોતા. પોલીસ ઓફિસર મિત્રએ એટલું જ કહ્યું હતું કે પપ્પુ ટકલા પાછો આડી લાઈને ચડી ગયો છે.