શહીદ ઉધમ સિંહ

(13)
  • 11.3k
  • 3
  • 3.7k

ઉધમ સિંહ નો જન્મ 26 ડિસેમ્બર 1899 ના રોજ પંજાબના સંગરૂર જિલ્લાના સુનામ ગામમાં થયો હતો. તેમની માતાનું અવસાન 1901 માં અને પિતાને 8 વર્ષની વયે ગુમાવ્યા હતા. માત્ર 8 વર્ષની વયે ઉધમ સિંહ અનાથ થઈ ગયા.તેમના ભાઈ મુક્તા સિંહ અને ઉધમ સિંહ અનાથ આશ્રમમાં મોટા થયા. તેમનું નાનપણ નું નામ શેર સિંહ હતું.અનાથ આશ્રમમાં શિક્ષા પ્રાપ્તિ બાદ ઉધમ સિંહ નામ આપવામાં આવ્યું. ઈતિહાસકાર માલતી મલિક ના કહ્યા મુજબ ઉધમ દિનહ સર્વધર્મના પ્રતીક સમાન હતા.તેમણે પોતાનું નામ બદલી ને "રામ મોહમદ સિંહ આઝાદ"રાખ્યું હતું.જે ભારતનાં પ્રમુખ ધર્મોના પ્રતીક છે.