“મોહનાને બચાવવા, એટલે?” નિમેશ શું કહેવા માંગે છે એ મનની સમાજમાં ના આવ્યું. “લગ્નની બીજી સવારે નોકરે બારણું ખખડાવ્યું તો દરવાજો ખાલી આડો કરેલો હતો. એ ખુલી ગયો. એણે અંદર જતા પહેલાં ફરીથી દરવાજો ખખડાવ્યો. કંઈ અવાજ ના આવતા એ અંદર ગયો તો અમર નીચે જમીન ઉપર પડ્યો હતો, આખો રૂમ વિખરાયેલો હતો, એક તરફ ખૂણામાં મોહના બેઠી હતી. એના દુલ્હનના લિબાસમાં સજ્જ, એની નજરેય ફરકતી ન હતી. કોઈ પૂતળાની જેમ એ નીચે બેઠી અમરને તાકી રહી હતી. નોકરે બૂમ પાડી બીજા લોકોને બોલાવ્યાં. કર્નલ સાહેબ અને કેપ્ટન અશોક એ વખતે જ બહાર જવા નીકળી રહ્યા હતાં બૂમ સાંભળીને એ લોકો