આપણે આગળ જોયું કે, રોશની પોતાની મરજીથી જ રાજ જોડે પરણી રહી હતી છતાં એ હજુ હકીકતને દિલથી સ્વીકારી શકી નહોતી. હવે આગળ...રોશનીનું સાસરામાં ખુબ સુંદર રીતે સ્વાગત થયું હતું. રોશનીના સાસુએ અને દેવર એ રોશનીને ખરા મનથી સ્વીકારી હતી, આથી રોશનીને પણ સાસરામાં સેટ થવું સરળ બની ગયું હતું. જોબ અને ઘરની જવાબદારી રોશની સારી રીતે નિભાવી રહી હતી, એ એટલા માટે શક્ય બન્યું હતું કારણ કે એના સાસુ પણ થોડું કોમ્પ્રોમાઈઝ કરતા હતા. જીવન તો જ સરળ બને જો ઘરના દરેક લોકો થોડું બીજાને સમજી શકે, એકબીજાને અનુકૂળ હોય એમ રહી શકે.. રોશની તો બહુ જ ખુશ રહેવા