લાઇમ લાઇટ - ૩૧

(202)
  • 5.2k
  • 10
  • 3.2k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૧શાંત પડેલી આગની રાખમાં પડેલી નાનકડી ચિનગારીથી અચાનક મોટો ભડકો ઊઠે એમ કામિનીની આંખમાંથી અંગારા ઝરવા લાગ્યા હતા. પ્રકાશચંદ્ર સામેનો ગુસ્સો એકદમ ફૂટી નીકળ્યો હોય એમ કામિનીએ પ્રકાશચંદ્રના મોતને યોગ્ય માન્યું હતું. પ્રકાશચંદ્રએ આત્મહત્યા કરી લીધી એ પગલાને કામિની યોગ્ય માની રહી હતી એ જાણી રસીલીને નવાઇ લાગી. તેણે તો પ્રકાશચંદ્રના મોત માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. અને તેમના પગલાને યોગ્ય માન્યું ન હતું. રસીલીને પ્રકાશચંદ્ર પ્રત્યે કોઇ વિશેષ પ્રેમ કે લાગણી ન હતી. તેણે તો સહજતાથી આ વાત કહી હતી. પણ કામિનીના મનમાં કોઇ બીજી જ વાત ચાલતી હતી. તેણે "પ્રકાશચંદ્ર આવા જ મોતને લાયક હતો"