મિ. લાલજી માયાળુ

(13)
  • 3.9k
  • 4
  • 1.5k

અમારો બેઉ મિત્રોનો સાંજનો નિત્યક્રમ હતો કે પોસ્ટઓફિસે જઈને અમારી ટપાલ હોય તો રૂબરૂ મેળવી લઈને પછી હાઈવે તરફ વોકીંગ માટે જવું. એ દિવસે અમારા પહોંચવા પહેલાં પોસ્ટમેન નીકળી ગયેલો હતો. અઠવાડિયા પહેલાં બદલી પામીને આવેલા નવીન પોસ્ટમાસ્ટરે અમને પ્રથમ નજરે વેલ એજ્યુકેટેડ સમજીને અને કદાચ નવીન પરિચય મેળવવાના આશયે ઓફિસની અંદર બોલાવ્યા અને અમારી સાથે અંગ્રેજીમાં વાત કરવાનું શરૂ કર્યું. ‘વેલકમ ફ્રેન્ડઝ, આઈ એમ લાલજી પટેલ, યોર ન્યુ પોસ્ટમાસ્ટર. ફર્સ્ટ ઓલ્ડ મેન ગોએડ એન્ડ આઈ ન્યુ કમેડ.’ અમેરિકાથી એકાદ માસ માટે વતનમાં આવેલા મારા મિત્ર જેફે મારી સામે જોઈને સ્મિત કર્યું. હું સમજી ગયો કે ‘ફર્સ્ટ ઓલ્ડ મેન ગોએડ