વાર્તાસૃષ્ટિ - ૧

(12)
  • 7.6k
  • 2
  • 2.2k

અંક પહેલો 'વાર્તાસૃષ્ટિ'ના પહેલા અંકમાં જાણીતા તેમજ નવોદિત વાર્તાકારોની અગિયાર વાર્તાઓ, એક અનુવાદ, એક આસ્વાદ, વાર્તાલેખન વિશે માર્ગદર્શનનો વિભાગ 'વાતે, વાતે વાર્તા' તો જોડણી વિષયક વિભાગ 'ભાષાસજ્જતા' છે. પહેલી વાર્તા છે ડૉ.કેશુભાઈ દેસાઈની 'મધુરજની' : વાર્તાનો એક અંશ. બીજી સવારે દૂધવાળાએ વારંવાર બેલ વગાડ્યો, પણ પંકજ પઢિયારે એપાર્ટમેન્ટનો દરવાજો ન ખોલ્યો. છેક સાડા દસ વાગ્યે કામવાળી આવી. ડોરબેલ વારંવાર વગાડવા છતાં જવાબ ન મળ્યો. પાડોશીઓ ભેગાં થઈ ગયાં. બૂમાબૂમ છતાં દરવાજો ન ખૂલ્યો એટલે કોઈએ વેન્ટિલેટર પર ચડીને જોયું. પંકજ પઢિયાર સળવળ્યા નહીં, એટલે કોઈએ ફોન કરી ૧૦૮ બોલાવી. ડોક્ટરોએ વિવિધ ટેસ્ટ કર્યા, ઈસીજી અને ઈઈજી કાઢ્યા. સિટીસ્કેનમાં લોહીનો ગઠ્ઠો